menu close menu

Welcome to Vihar Seva Group

ઉદ઼ભવસ્થાન

વિ.સં. ૨૦૬૫ નું અમારું ચાતુર્માસ ભિવંડીમાં થયું. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ અમે ભિવંડી ઓસવાલ પાર્કમાં આવ્યા. ત્યાં ઉપધાન તપનો પ્રારંભ થયો. કારતક વદ-૯ નો દિવસ હતો. શિયાળાની મોસમ હતી. સવારનો સમય હતો ઠંડીને લીધે ઉપાશ્રયના તમામ દરવાજા બંધ કરીને અમે બેઠા હતા.

read more

Our Mission

છેલ્લા ત્રણ વર્ષથી સતત ચાલતી આ સેવા આજે પણ અખંડપણે ચાલે છે. આ યુવાનોની નિઃસ્વાર્થ વિહારસેવાને જોઇને મુંબઇ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આજ સુધીમાં બીજા અનેક સેન્ટરો ખૂલી ગયા છે. આખા ભારત ભરમાં આવા સેન્ટરો ખુલે અવી અમારી આશા છે

Morning News

સહર્ષ જણાવવાનું કે પૂ. પંન્યાસજી ભગવંતની શુભપ્રેરણાથી અનેક શુભકાર્યો ચાલી રહ્યા છે. જેમાં આજની નવી પેઢીને આકર્ષે એવું સુંદર સાહિત્ય, સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ, ધાર્મિક પાઠશાળાઓને ઉત્તેજન, સાધર્મિકભક્તિ, ઓપનબુક એકઝામ આદિ મુખ્ય પ્રવ્રતિ છે. હવે આ શુભપ્રવ્રત્તિઓના મયૂરમાં એક નવું પીછું ઉમેરાઈ રહ્યું છે... મોર્નિગ ન્યુઝ નામનું મેગેઝિન .

read more

Viyavach No Labh

આવશ્યક નિર્યુક્તિ આદિ ગ્રંથોમાં તીર્થંકર નામકર્મ બાંધવાના ૨૦ સ્થાનક બતાવ્યા છે. એમાં સત્તરમું સ્થાન છે, વૈયાવચ્ચ કરવાનું જણાવ્યું છે. જેમાંના બે પ્રકાર છે. (૧) વિહાર કરતા સાધુ ભગવંતને સહાય કરવી. (સાથે જવા દ્વારા) (૨) વિહારમાં દુષ્ટ પુરુષ/ચોર વગેરેથી સાધુનું રક્ષણ કરવું .

read more

Area Coverage

Center : Mulund
Members : 125+
Area Covered : 80km
Vihar till Date : 1100km
Captain - Tarunbhai : 9321139427

Center : Bhiwandi
Members : 130+
Area Covered : 180+ km
Vihar till Date : 5000km
Captain - Hasmukhbhai : 9822476942

Center : Vadodara
Members : 200+
Area Covered : 90+ km
Vihar till Date : 2500km
Captain - Diveshbhai : 9824051012

Center : Valsad
Members : 150+
Area Covered : 56+ km
Vihar till Date : 3300km
Captain - Nitinbhai : 9376635217

read more
VSG

Center Login

અગત્યની સૂચના

ચાતુર્માસ પૂર્ણ થતા આપણે ફરી પ્રમાદ છોડી વિહાર સેવા માં જોડાઇ જવું .

વિહાર શરૂ કરતા પૂર્વે વિહાર સ્તુતિ અવશ્ય બોલવી.

આપણો નંબર આવે ત્યારે જરાય પ્રમાદ-આળસ કયૉ વગર શુભ કાયૅ માં ભાગ લેવો.

શારિરિક આદિ કારણવશ આપણા વારા વખતે આપણે ન જઇ શકીએ તો બીજા નું એડજસ્ટમેન્ટ થયું હોય એના વારા વખતે આપણે જવું.

ગુરુ ભગવંત જે સમયે વિહાર કરવાના હોય તેની ૧૫ મિનિટ પૂર્વે ત્યાં પહોંચવાનો આગ્રહ રાખવો.

બને ત્યાં સુધી સામેના સ્થળે પહોંચાડીને પછી જ પાછા ફરવું.

કયારેક સંપૂર્ણ વિહાર ની સુવિધા ન હોય તો સૂર્યોદય સુધી-અજવાળા સુધી તો સાથે રહેવું જ. પછી વિનય પૂર્વક રજા માંગી પાછા ફરવું.

જેટલા યુવાનો સાથે ગયા હોઇએ.. તે સહુના મોબાઇલ નંબર એક બીજા ને આપી રાખવા.

વિહાર દરમ્યાન એક યુવાન બાઇક, સ્કુટર જેવા વેહિકલને સાથે રાખે તે જરૂરી છે.

કયારેક એક સાથે ત્રણ-ચાર ગૃપ ને વિહાર કરવાનો પ્રસંગ આવે ત્યારે અગ્રિમતા સાધ્વીજી ભગવંત ને આપવી. એટલે કે સાધ્વીજી ભગવંત ના વિહાર માં V.S.G ના મેમ્બરો એ અવશ્ય સાથે રહેવું.

વિહાર દરમ્યાન રિફ્લેકટર પહેરવું કમ્પલસરી છે...બેટરી અને સિટિ પણ સાથે જ રાખવા.

દરેક મેમ્બરનું આઇ.ડી કાર્ડ અતિ આવશ્યક છે...જેથી વહેલી સવારે સાધ્વીજી ના મુકામે જઇએ તો તેમને વિશ્વાસ બેસે.

વિહાર કરતાં પૂર્વે અને કરાવ્યા પછી પાછા વળતી વખતે જે તે જિનાલયના દર્શન કરીને જ નીકળવું. તેમજ મુકામે પહોંચેલા ગુરુભગવંત ને વંદન કરી પચ્ચક્ખાણ લેવું. અને કાંઇ જરૂરીયાત હોય તે કાર્ય કરી આપવું.

વિહાર દરમ્યાન અચાનક કોઇ ખર્ચ કરવો પડે તો તે કરી લેવો. પછી ગૃપ ના કેપ્ટન ને જણાવી દેવું.

વિહાર પૂરો થાય પછી ગુરુ ભગવંતો પાસે ફોર્મ ભરાવવું. ભરાવેલું ફોર્મ કેપ્ટનને પહોંચાડવું.

ગ્રુપના કેપ્ટનોએ રોજ સાંજ પડે આજુબાજુ ના મુકામોમાં ફોન કરીને બીજા દિવસે વિહાર છે કે નહિ તે જાણકારી મેળવી લેવી.

વિહાર દરમ્યાન પાન-મસાલા, ગુટકા જેવી અભક્ષ્ય વસ્તઓ ચાવવી નહિ.

.વિહાર દરમ્યાન મુમુક્ષ બહેનો સાથે વાતો ન કરવી.

ગુરુ ભગવંતો સાથે પણ વિશેષ વાત ન કરતા તેમની સુરક્ષાનો વિશેષ ખ્યાલ રાખવો.

વિહાર સ્તુતિ

છે એક અરજી નાથ માહરી કાનમાં અવધારજો,

વિહાર કરતા શ્રમણ-શ્રમણી વિઘ્ન એના ટાળજો,

મંગળ થાયે શ્રીસંઘનું આશિષ એવા આપજો,

હે પાર્શ્વ શંખેશ્વર પ્રભુ તમે કરૂણા એવી વહાવજો.

VSG